STORYMIRROR

Katariya Priyanka

Inspirational

3  

Katariya Priyanka

Inspirational

મેં મારી મા ને જોઈ છે

મેં મારી મા ને જોઈ છે

1 min
177

રોજ સવારે વહેલા ઊઠી, મને તૈયાર કરવા,

મારું ટિફિન બનાવવા, ઘરનાં બધાં કામ કરતા,

ને મને નિયમિત શાળામાં મોકલવા,

ઉતાવળી ને બહાવરી બનતી,

ચિંતામાં વ્હાલ ને થોડો ગુસ્સો કરતી,

જિમમાં જવા વગર, ઘરમાં દોડાદોડી કરતી,

મેં મારી માને જોઈ છે.


મારી માંદગીમાં, ડૉકટર બનતી,

મને ભણાવવા, શિક્ષક બનતી,

મિત્રો સાથેની રક્ઝકમાં , જજ બનતી,

મને સજાવવા, બ્યુટીશીયન બનતી,

પુસ્તક વાંચી વ્યંજન બનાવી, શેફ બનતી,

ઓછા ભણતરમાંય, બધી જ

પદવી ધારણ કરતી,

મેં મારી માને જોઈ છે.


ઢળતી ઉંમરે, વધે છે એનો વ્હાલ,

આંખે હવે જરા ઓછું ભાળે,

છતાં મારા દુઃખને જોઈ લેતી,

તકલીફોને માત આપી,

સતત ખુશ રહેવા કહેતી,

પ્રેરણા આપનાર પ્રવકતા જેવી,

મેં મારી માને જોઈ છે.


દવા કામ ન આવે ત્યારે, દુવાઓ આપતી,

મારા સુખ માટે ,હરપળ પ્રભુ સાથે લડતી,

કદીક મા તો કદીક સહેલી બનતી,

ભગવાન તો નથી જોયા,

પણ એનાથી વધુ કૃપાળુ,

મેં મારી માને જોઈ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational