STORYMIRROR

Vrajlal Sapovadia

Drama

4  

Vrajlal Sapovadia

Drama

મેળો

મેળો

1 min
557

મેળો તો મનખાનો હોય છે મેળાવડો

માણવાને વ્યાકુળ થઈ જાય જીવડો 


ગ્રામ્ય સંસ્કૃતિનો સાથી છે આ મેળો 

મોજમસ્તી ને યૌવનને કરતો ભેળો 


લોક લાગણી વિનિમય માટે પરિષદ 

પ્રજાજીવનની અસ્મિતા સ્ફૂર્તિ ફુરસદ 


અધિવેશન સ્નેહસૌહાર્દ મિલનસ્થાન 

રંગ રૂપ મસ્તી ને લોકનૃત્યનું સ્થાન  


સંમેલનમાં લોકગીત, દુહા અને છંદ 

બાળકો કરે મેળામાં જાતજાતના ફંદ 

પારંપારિક વારસાનું જતન કરે મેળા

લોકજીવન ચેતનવંતુ ધબકતું એ વેળા 


ભાતીગળ પોશાક એ તરણેતર મેળો

વર્ષાઋતુની યુવાની સમયે લોકમેળો 


ઠેરઠેર ગામ ને નગરે છે આનંદ મેળો 

લોક આનંદે વેચે ગધેડા વૌઠાનો મેળો


શિવરાત્રી ઉજવાય ભવનાથનો મેળો

ગિરનાર કેરી ટોચે શિવરાત્રીનો મેળો


કઠપૂતળીના ખેલ લાકડી પર ચાલવું

ઘડીક વળી ચકડોળમાં બેસી મહાલવું 


મેળો તો મનખાનો હોય છે મેળાવડો

ભૂલકા ટોળે વળે જોઈને ઊનો તાવડો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama