STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Fantasy Others

3  

Dhanjibhai gadhiya "murali"

Fantasy Others

મેહુલિયો વરસે

મેહુલિયો વરસે

1 min
55

ઉમડ ઘુમડ મેહુલિયો વરસે,

ગડડ ગડડ ગડ વાદળો ગરજે,

ઉમડ ઘુમડ મેહુલિયો વરસે. 


વીજળી ચમકે હૃદય મારૂં તડપે, 

રોમ રોમ મારૂં ફડડડ ફડકે, 

સરરર સરરર વાયુ સરકે, 

ઉમડ ઘુમડ મેહુલિયો વરસે. 


કુહૂં કુહૂં કરતી કોયલ બોલે, 

દાદુર, મોર અને પપીહાં બોલે, 

પક્ષીઓ નભમાં તરાના લલકારે, 

ઉમડ ઘુમડ આજ મેહુલિયો વરસે. 


"મુરલી" મેઘ મલ્હારની તાન છેડે, 

ધાધા તીરકીટ પખાવજ તાલ વાગે, 

નભમાંથી મેહુલિયો રમઝટ બોલાવે,

ઉમડ ઘુમડ આજ મેહુલિયો વરસે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy