મેઘલ
મેઘલ
દિલમાં બેટા તારા માટે પ્રેમ પારાવાર,
આવ્યો આજે તારો જન્મદિવસ.
શબ્દોના સાગર જેનામાં ઘૂઘવે છે,
મેઘલ નામ કર્યુ તે સાર્થક.
સંસ્કારો કર્યા છે તે આત્મસત,
એવી અમારી લાડલી તુ બેટા.
ગુંજતો સદાય તારા બાળપણનો કિલકાર,
દિલથી નીકળતી દુવા સદાય હર ધબકારે.
દુનિયાની ક્ષણભંગુર વસ્તુ શું આપુ બેટા ?
તુ જ અમારુ અણમોલ રત્ન છે બેટા.
ભાવના અવિરત વહેતી રહે તારી ઉપર બેટા,
ખુશીઓનો ખજાનો તારી સંગ રહે.
