STORYMIRROR

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

આ દુનિયા

આ દુનિયા

1 min
27.7K


તાલીઓના તાલે ગોરી ગરબે ઘુમતી જાય રે...

આ દુનિયામાં આવ્યો, તું કોના બોલાવ્યો આવ્યો રે...

આવ્યો ત્યારે હળવે હળવે ચાર દિવસ વિતાવ રે...

 

દુનિયામાં રહી હોલે હોલે તું અવળાં ધંધા શિખ્યો રે...

ઉંધા ચત્તાં કામો કરીને તું બે પાંદડે થયો રે...

 

દુનિયાદારીની લાયમાં કદી મોકલનરને સમર્યા રે...

હું કરું ને મારું, મારું કરતાં જીવન વિતાવ્યું રે...

 

 

સુખ દુઃખ છે મનની સ્થિતિ પાર ન પામ્યો ગતિ રે...

વહાલનાં સમંદરમાંહી તું તરતાં તરતાં ડૂબ્યો રે...

 

દુનિયામાં તો આવ્યો છે તો કામ એવા કરજે રે...

માત પિતાના નામને તું ઉજળા બનાવી જાજે રે...

 

લાવનારની કૃપા માની લે ઋણ તેનું ચૂકાવ રે...

સત્કર્મોથી જીવન ઉજાળી મુકામ પર વધાવ રે...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational