STORYMIRROR

Satish Sakhiya

Inspirational

3  

Satish Sakhiya

Inspirational

હોય છે

હોય છે

1 min
26.7K


આંખોમાં આંધી ને અંતરમાં તુફાન હોય છે,

છતાં સઘળું સહે એ કવિનું નિશાન હોય છે.

મુક્યો પૂરાણો પહેરવેશ ને બગલથેલો પણ, 

જીન્સ ટીશર્ટ મોબાઇલ એ પહેચાન હોય છે.

રહ્યા નથી હવે લાંબી દાઢી ને વાળ કે ચશ્માં, 

ચહેરા ચકાચક છતાં અંદરથી પરેશાન હોય છે.

અસ્ખલિત પ્રવાહ શબ્દોનો ઉરેથી વહે એના, 

બાકી એક લીટી લખવી ક્યાં આસાન હોય છે?

ભાવના ભૂલી થયા છે શબ્દોના સોદાગરો પણ,

એટલે સતીષ આ ટાંટિયાખેંચથી હેરાન હોય છે.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Inspirational