STORYMIRROR

Satish Sakhiya

Inspirational

3  

Satish Sakhiya

Inspirational

હોય છે

હોય છે

1 min
27.3K


કોઈ કોઈ અંગત જોવ તો કેવા ભડ હોય છે, 

ને કોઈ કોઈ અંગત સાવ કેવા જડ હોય છે.

ફના થઈ જાવ કોઈ પર છતાં કોન જાણે કેમ, 

કદર કરવામાં કોઈક સાવ એવા જડ હોય છે.

કોઈ દૂર રહી ને પણ લાગણી કળી જાય, તો, 

કોઈ સાથે રહી સમજે નહીં તેવા જડ હોય છે.

સબંધો હોય ક્ષણ એક ના કે આખા ભવના,

એવા સાથે ના જોડ જે પશુ જેવા જડ હોય છે.

કરૂણા કહો કે કહો કઠણાઈ 'સતીષ' તમે આ, 

અનુભવ છે બધાને કે માણસ કેવા જડ હોય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational