STORYMIRROR

Satish Sakhiya

Inspirational

3  

Satish Sakhiya

Inspirational

માવડી

માવડી

1 min
26.9K


પ્રથમ શીખવે આંગળી ઝાલતા માવડી, 

પછી શીખવાડે મને ડગ માંડતા માવડી.

હાલક ડોલક થાવ જરાક જ જ્યાં, 

મને ઝાલી લ્યે આવી ને દોડતા માવડી.

સ્નેહથી સઘળું શીખવતી જાય મને, 

ને પીરસતી ભોજનિયા ભાવતા માવડી. 

મોટો થયો થોડો ને દોડતો થયો એમાં,

શરમાણો આંગળી ઝાલી હાલતા માવડી. 

થઈ છે "સતીષ" ની જિંદગી આકરી,

આંગળી તારી હાથથી છાંડતાં માવડી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational