ચાલતાં - ભાગતાં
ચાલતાં - ભાગતાં
સારા સમયમાં સાથ સહુ ચાલતાં,
નબળા સમયમાં દૂર બહુ ભાગતાં.
નેકી, વફા, ઈમાનને વેચતાં,
ઠગ ને ધુતારા સાધુ સહુ લાગતાં.
કાતી લઈ ફરતાં અહીં પેટમાં,
સારા બધાને ઈ જ બહુ લાગતાં.
સાચું કહે છે જે બધાને અહીં,
કંટક સમા તે ક્રૃર બહુ લાગતાં.
ક્ષણમાં સમજાય સતીષ સઘળું,
ફરે સમય ને ફરે વ્હાલાં બહુ લાગતાં.