બદલી જાય છે
બદલી જાય છે
આઘાત સાથે દરકાર બદલી જાય છે,
ને રાતનો ભણકાર બદલી જાય છે.
દાવો કરે છે જે સદા સંગાથનો,
આગળ જતાં અણસાર બદલી જાય છે.
મારા ખુદા દે એક સથવારો મને,
એકાંતમાં ધબકાર બદલી જાય છે.
જો ભેદ જાણી જાય દુનિયા આપણો,
માણસ તણો વ્યવહાર બદલી જાય છે.
એ બેવફા 'આભાસ' નાખે જો નજર,
તો લાશનો શણગાર બદલી જાય છે.