STORYMIRROR

Pravina Avinash

Inspirational Others

3  

Pravina Avinash

Inspirational Others

ધબકારા

ધબકારા

1 min
26.8K


શું કદી સાંભળ્યા એકાંતમાં ધબકારા?

સંભાળજો આ નથી ઘાવના લપકારા.

નયન ખુલ્યા ગુંજ્યા પાંપણે ઝપકારા,

કર્ણપટે સંગિત હમેશા ગુંજતું ધબકારે.

દરદ નહી આનંદ અનુભવતું લપકારે,

ઘડી બે ઘડી પામ્યા સાંત્વના ઝપકારે.

કદી ઉકેલી એ ગુપ્ત ભાષા ધબકારાની,

વેદના અનુભવી છે અસહ્ય લપકારાની.

ચક્ષુએ છૂટે હાથે લહાણ કરી ઝપકારાની,

દિલે હાથ મૂકો અનુભવો હેતે ધબકારા.

સહ્ય બને શાંતિ ચિત્તે વેદનાના લપકારા,

આશ્ચર્ય આમંત્રે કમલ નયનના પલકારા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational