STORYMIRROR

Purnendu Desai

Romance

3  

Purnendu Desai

Romance

મેઘ

મેઘ

1 min
62

વિખરાયેલી આ લટોમાં હું વર્ષોથી અટવાયા કરું છું,

આંખોની આ નિર્દોષ લુચ્ચાઈમાં વર્ષોથી ફસાયા કરું છું.


હોતી નથી તું બધે છતાં, તારા અવાજની ભનક વર્ષોથી સાંભળ્યા કરું છું,

અરે લઈ રહ્યો છું જે શ્વાસ હું, એમાં તારી સુગંધથી મ્હોર્યા કરું છું.


ચહેરો ભલે ગમે તે હોય, હું એમાં તને જ વર્ષોથી જોયા કરું છું,

લાગે છે હવે તો 'નિપુર્ણ', કે હું તને ભીતરમાં જ અનુભવ્યા કરું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance