Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Romance Fantasy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Fantasy

મધુર આલાપ

મધુર આલાપ

1 min
164


તમે એમ ન કહી શકો કે હું,

તમારી સાથે નજર મેળવતો નથી,

પરંતુ તમે તો મારી જિંદગીનો, 

પહેલો અને આખરી પ્રેમ છો,


તમે એમ ન કહી શકો કે હું,

તારા દિલની ધડકન સાંભળતો નથી,

પરંતુ તમારી તસ્વીર મારા દિલમાં,

હમેશા મેં વસાવી જ છે,


તમે એમ ન કહી શકો કે હું,

તમારા શબ્દોને પ્રતિભાવ આપતો નથી,

પરંતુ તમે તો મારી કલમથી લખાતાં, 

પ્રેમની ગઝલના શબ્દો છો,


તમે એમ ન કહી શકો કે હું,

તમને કદી દિલથી ચાહતો જ નથી,

પરંતુ તમે તો હમેશા મારા,

પ્રેમની ઝળહળતી જ્યોત છો, 


તમે એમ ન કહી શકો કે હું,

તમારા નામનું રટણ કદી કરતો નથી,

પરંતુ તમે તો હંમેશા મારી,

"મુરલી" નો મધુર આલાપ છો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance