Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rupal Sanghavi "ઋજુ"

Romance Tragedy Others

4  

Rupal Sanghavi "ઋજુ"

Romance Tragedy Others

મૌનનો મેળો

મૌનનો મેળો

1 min
306


મૌનનો મેળો લખું ? કે નીરવ શાંતિનો શોરગુલ, 

આંસુને અગન લખું ? કે સૂક્કાં રણમાં દર્દનું બાદલ,


ચાલ્યે જ જાય છે ભીડમાં'યે જિંદગી સાવ એકલ,

સરકતી રેત લખું ? કે મળેલો સમયને સમય સાવ ફાઝિલ,


એ મીઠા ડંખથી મદહોશ નયન થઈ જાય બોઝીલ,

વફાનું વિષ લખું ? કે નાગણી લાગણીની કાતિલ,


છે દરિયે એકલું એકાંતને યાદો છતાંયે શામિલ,

મસ્તી લહેરોની લખું ? કે મૌન પણે લૂંટાય સાહિલ,


હરિયાળી ખૂબ ફળી છે ઝખ્મોની દોલતનો છું હું હામિલ,

બેવફાઈની વર્ષા લખું ? કે દિલને કિસ્મત થઈ છે હાંસિલ.


Rate this content
Log in