મૌન
મૌન




સાંભળી શકાય તો આ મૌનને સમજો,
મારા વગરનીજ, મારી હાજરીને સમજો,
ક્યાં સુધી આમ મનને મારીને, અવગણશો,
હવે તો સ્વીકારો ને હદયની ભાવનાઓને સમજો,
કેટલી સરળતાથી કહી દીધું તમે, માત્ર ભૂતકાળજ છે,
વર્તમાનમાં કઈ બચ્યું નથી એવું તમે કેમ સમજો ?
નથી કોઈ મજબૂરી એવી જમાનાની,
જાણું છું, જે રોકી શકે તમને,
બસ, છોડો આ જીદને તમારી,
ને જીદને અમારી સમજો,
બચી છે જેટલી પણ જીંદગી હવે એમાં,
ખાલી પ્રદર્શિત તો કરો,
છે જે દિલમાં લાગણી, એને તો સમજો
નથી કહેતો હું, છોડી દો આ દુનિયાદારી પણ,
નિભાવીને બધી જવાબદારી,
પછી થોડી મારી માંગણીઓને પણ સમજો
એવું ન બને ક્યાંક 'નિપુર્ણ',
કે હૃદય મારુ વાત તમારી સાચી માનીજ લે કે,
હવે કઈ બચ્યું નથી સારું,
છે જો આ વાતને જરા ગંભીરતાથી સમજો.