મૌન
મૌન


એકલાને તમે કદી એકલો પાડી શકો નહીં,
એના મનને સરળતાથી જાણી શકો નહીં.
મૌનને સજાવશે સ્મિતના શણગારે વદને
ભીતરના ભાવને કદીય ખાળી શકો નહીં.
રડે ના આંખ એની ચોધાર આંસુએ ભલે,
ઉરસરિતાના વહેણને પણ વાળી શકો નહીં.
ટુકડાઓ તો મળશે નહીં તૂટયાનો એકપણ
એને અકબંધ કિન્તું કયાંય ભાળી શકો નહીં.
શ્વાસ ચાલતા હશે એકધારી ગતિમાં આમ
પરંતુ જીવતી લાશને તમે બાળી શકો નહીં.
નકારવાનો સંબંધોના વિશ્વે કયાં સવાલ આવે?
ઔદાસ્યભર્યા અસ્તિત્વને સંભાળી શકો નહીં.
ને આ બધુંય સુપેરે જાણતું હોવા છતાં પણ,
એના અદકેરા અસ્તિત્વને ટાળી શકો નહીં.