મૈત્રીનો મર્મ
મૈત્રીનો મર્મ
મિત્રતાના મર્મને પામી શકે,
એ જ સાચી મિત્રતા માણી શકે,
મિત્ર સાથે હોય કે ના હોય પણ,
દર્દ એનું તોય તે જાણી શકે,
સુખ સમે આવે ન આવે તે છતાં,
દર્દનો અહેસાસ પ્રમાણી શકે,
શૂલ ચૂભે મિત્રના પગમાં કદી,
પીડ એની ખુદ અનુમાની શકે,
વાત શબ્દોથી કહે કે ના કહે,
નજરથી પણ સાચને જાણી શકે.