STORYMIRROR

Deval Maheshwari

Inspirational

3  

Deval Maheshwari

Inspirational

મૈત્રી

મૈત્રી

1 min
143

મળ્યા માતા પિતા ભાઈ બહેન ઈશ્વરની ભેટ છે

મિત્રને શોધવા નીકળી છું હું; એ મારી શોધ છે,


મિત્રતા શું છે ? એની ખબર હવે પડે છે

તું નથી મારી સાથે આ વિચારે મારું હૃદય રડે છે,


લાગણીના તાંતણે બંધાયાની સમજણ હવે પડે છે

તારા ચહેરાનાં હાસ્ય માટે હવે મારી આંખો રડે છે,


શાળાકોલેજના દિવસો થયા પૂરા એ સમજણ હવે પડે છે

તારી સાથે રખડવાની વાતો યાદ આવતા મારી આંખો રડે છે,


મિત્રતામાં તને ખુલ્લેઆમ કહેવાની આદત હવે મને નડે છે,

તારા સાથે રમેલી રમતો હવે મારી આંખોમાં તરે છે,


તારા સાથે થયેલા ઝઘડા મને ને વધુ તડપાવે છે

આંખો ખોલું તો બધું ' દિવ્ય ' સ્વપ્નની જેમ તરવરે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational