STORYMIRROR

BINAL PATEL

Inspirational Others

4  

BINAL PATEL

Inspirational Others

માવજત પર્યાવરણની

માવજત પર્યાવરણની

1 min
243

રજના પ્રકાશની આજ ગરજ બહુ છે,

ચંદ્રની ચાંદનીની આજ જરૂર બહુ છે.


વરસાદની બૂંદો તો જાણે આશીર્વાદ,

ધાન્યને ધણીના સાથેની જરૂર બહુ છે.


ધરતી 'માં' બની સેવે, 'મા'ને,

આજે માવજતની જરૂર બહુ છે.


વૃક્ષ આપે આસરો, એ વૃક્ષને આજે,

સાથની જરૂર બહુ છે.


૨૧મી સદીની આ અંધારી દોડમાં,

કુદરતી પર્યાવરણની માવજત અને

એના મૂળને ટકાવી રાખવાની જરૂર બહુ છે.


ઊંચી ઇમારત ને ઊંચા બંગલા,

મોંઘી ગાડીઓ ને મિલના ભૂંગળા,

આ પ્રદૂષણની પરેડમાં પર્યાવરણને,

દવાની જરૂર બહુ છે.


ક્યાં છે કલરવ કરતા પંખીઓના અવાજ ?

ક્યાં છે એ ઘટાદાર વૃક્ષનો છાંયો ?

ક્યાં છે એ કુદરતની સુંદરતા ને એની માવજત ?


તો સાહેબ !

જીવીએ અને જીવવા દઈએ,

પર્યાવરણને પાંગરવા દઈએ,

કુદરતની સુંદરતાને સજવા દઈએ.


સોનેરી સવાર અને સાંજને,

સોળે કળાએ ખીલવા દઈએ,

હવા, પાણી, વૃક્ષ, પંખી સહુને સંભાળતા રહીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational