STORYMIRROR

Kaushik Dave

Abstract Drama Inspirational

3  

Kaushik Dave

Abstract Drama Inspirational

" માટીના પુતળા "

" માટીના પુતળા "

1 min
90

માટીના પૂતળા દીઠાં રે ભાઈ,

માટીના પૂતળા દીઠાં,

ના જીવ કે ના આત્મા દીઠાં રે ભાઈ,

ના જીવ કે ના આત્મા દીઠાં,


ઓછી સંવેદના ને સંબંધો ઓછા,

સ્વાર્થના સંબંધો દીઠાં રે ભાઈ,

સ્વાર્થના સંબંધો દીઠાં,

માટીના પૂતળા દીઠાં રે ભાઈ,

માટીના પૂતળા દીઠાં,

ના ભાઈ કે ના સગાના સંબંધો દીઠાં,


લોહી સંબંધો તૂટ્યા રે ભાઈ,

લોહી સંબંધો તૂટ્યા, ઈશ્વર સહારે જીવીએ રે ભાઈ,

ઈશ્વર સહારે જીવીએ,ઈશ્વર મૂર્તિમાં પ્રાણ દીઠાં રે ભાઈ,

ઈશ્વર મૂર્તિમાં પ્રાણ દીઠાં,


અમીનજર ને કરૂણા ભાવ દીઠાં રે ભાઈ,

અમીનજર ને કરૂણા દીઠાં,

આત્માથી પરમાત્માનું જોડાણ દીઠાં રે ભાઈ,

આજે પરમાત્મામાં સમાતા દીઠાં,

માટીના પૂતળા દીઠાં રે ભાઈ,

માટીના પૂતળા દીઠાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract