STORYMIRROR

Sangita Dattani

Inspirational

4  

Sangita Dattani

Inspirational

માટેલ ધરો

માટેલ ધરો

1 min
294

વાદલડી વરસી રે માટેલ ધરો છલી વળ્યો,

માડી રમવા નીસર્યા રે સાતે બેનું સંગાથમાં,

માના ડોક કેરો હારલો રે સોનીડો લેવા હાલ્યો,

કે વીરા લઈને વહેલો આવજે રે માડી મારે ઘરે બેઠાં,

માએ બેનડી તેડાવી રે *બ્રહ્માણી* આવી હસતી રે 

માના શિર કેરી ધાબરી રે કાપડીઓ લેવા હાલ્યો, 

કે વીરા લઈને વહેલો આવજે રે માડી મારે ઘરે બેઠાં,

માએ બેનડી તેડાવી રે *અંબાજી* આવી હસતી રે 

માના હાથ કેરા ચૂડલા રે મણિયારો લેવા હાલ્યો, 

કે વીરા લઈને વહેલો આવજે રે માડી મારે ઘરે બેઠાં,

માએ બેનડી તેડાવી રે *કાલીકા* આવી હસતી રે 

માના શિર કેરો ગરબો રે કુમારી લેવા હાલ્યા, 

કે વીરા લઈને વહેલો આવજે રે માડી મારે ઘરે બેઠાં,

માએ બેનડી તેડાવી રે *બહુચર* આવી હસતી રે 

માના નાક કેરી નથણી રે સોનીડો લેવા હાલ્યો

કે વીરા લઈને વહેલો આવજે રે માડી મારે ઘરે બેઠાં,

માએ બેનડી તેડાવી રે *ચામુંડા* આવી હસતી રે 

માના પગ કેરી ઝાંઝરી રે બાલુડો લેવા હાલ્યો

કે વીરા લઈને વહેલો આવજે રે માડી મારે ઘરે બેઠાં,

માએ બેનડી તેડાવી રે *ખોડિયાર* આવે હસતી રે 

વાદલડી વરસી રે માટેલ ધરો છલી વળ્યો.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational