STORYMIRROR

Chirag Padhya

Classics

3  

Chirag Padhya

Classics

માતૃત્વ

માતૃત્વ

1 min
13.5K



કુદરતનું અનેરું વરદાન છે માતૃત્વ,

સંપૂર્ણ સ્ત્રીનું સોપાન છે માતૃત્વ,


હર એક સ્ત્રીની ઝંખના જીવનની,

'સ્ત્રી શક્તિનું સ્વમાન છે માતૃત્વ',


સર્વ તત્વથી મહાન છે માતૃત્વ,

પરિણીત નારીનું માન છે માતૃત્વ,


નવ માસની વેદના સહીને મળતું,

'સ્ત્રી શક્તિનું સ્વમાન છે માતૃત્વ'.


વેદોથી સર્વોચ્ચ જ્ઞાન છે માતૃત્વ,

નારાયણીનું સન્માન છે માતૃત્વ,


હોય જે દીકરી એ બને છે માતા,

'સ્ત્રી શક્તિનું સ્વમાન છે માતૃત્વ'.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics