STORYMIRROR

Manjula Bokade

Inspirational

4  

Manjula Bokade

Inspirational

માતૃભાષા અભિયાન

માતૃભાષા અભિયાન

1 min
250

આવ્યો અદભુત ભાષા ઉત્સવ,

ચાલો ઉજવીએ માતૃભાષા દિવસ.


જેમા હું બોલતા શીખી કાલું ઘેલુ,

એ માતૃભાષાને વંદન છે પહેલું.


મા જેવી લાગે મીઠી બોલી,

મારે મન માતૃભાષા છે પહેલી.


આવ્યો અદભુત ભાષા ઉત્સવ,

ચાલો ઉજવીએ માતૃભાષા દિવસ.


માતૃભાષા મારી છે સાહિત્ય સભર,

પ્રેમાનંદ અખાની રચના છે અમર.


મેઘાણીના કાવ્યોથી જાગે છે દેશદાઝ,

કલાપીની કવિતાથી ફૂલે છે પ્રેમફાગ.


ઉમાશંકર જોશીએ માતૃભાષાનો કર્યો છે શણગાર

કવિ નર્મદે, ગૌરવવંત ગુજરાતનું કર્યું છે ગુણગાન.


કલમના જાદુથી લેખકઓએ લખ્યા છે લેખો અપાર,

માતૃભાષા તારું સદા રહે સન્માન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational