STORYMIRROR

Drsatyam Barot

Inspirational Others

3  

Drsatyam Barot

Inspirational Others

માતમ ગવાતું હશે

માતમ ગવાતું હશે

1 min
28K


જિંદગીનું માતમ એમ ગવાતું હશે સાઈ,

છાજિયામાં જીવન એમ કુટાતું હશે સાઈ.


આયખું તું ફાડી નાખ છતાં મોત સામે છે,

તોય બી,બી ને તે રોજ જિવાતું હશે સાઈ.


ભાગલા માણસના કેમ કરો છો, તમે લોકો,

લાકડીથી જળ નોખું તે,કરાતું હશે સાઈ.


આવકારો દઇએ જેમ મહેમાનને ઘરમાં,

મોતને તે પાછું એમ કઢાતું હશે સાઈ.


માનવીનું જીવન ખાસ વધારે નથી હોતું,

પણ રમત છોડીને બાર જવાતું હશે સાઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational