STORYMIRROR

Dr.Riddhi Mehta

Tragedy

4  

Dr.Riddhi Mehta

Tragedy

મારૂં ભાવિ શું?

મારૂં ભાવિ શું?

1 min
381

દીકરી બની અવતરી આજે,

સપનાંની સેજ મળી છે સૌને,

મને જોઈએ ફક્ત પ્રેમ સૌનો,

એક લાગણીની ભૂખી દીકરી,

પણ સદાય મુંઝવતો સવાલ,

મારૂં અસ્તિત્વનુ ભાવિ શું ??


ભાગ્યની રેખાઓ કોણ જાણે,

હથેળીઓ જોનારા ભટકે આજે,

જીવનભર સાથ કોનો મળવાનો,

એક અપેક્ષા જીવંત રહે મારી,

દુનિયાની દીકરીનો છે સવાલ,

મારૂં અસ્તિત્વનુ ભાવિ શું ??


કોઈ સમજશે મારી ભાવનાઓને,

સપનાઓને સાથ કોઈ આપશે??

એક બસ કોઈનો હાથ થામવો,

સાથ તો હું નીભાવી જાણવાની,

ભવિષ્યને ભાખવાનો ઈજારો,

મારૂં અસ્તિત્વનુ ભાવિ શું ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy