STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

મારું મન મૂંઝાય

મારું મન મૂંઝાય

1 min
210

તારા શબ્દો થકી,

મારા હૈયે આવ્યો ધરતીકંપ,

મન અને હૃદય વચ્ચે થયો યુધ્ધનો પ્રારંભ,

મન કહે કડવા વેણને હું ના જ ભૂલી શકું,

હૃદય કહે પોતાના છે ભૂલી જા આ ઘાવ,

મન કહે જેવા સાથે તેવા બની,

લે અપમાનનો બદલો અપમાનથી,


હૈયું કહે રૂકી જા,

જેવા સાથે તેવા થવાનું છોડી દે,

ફેંસલો તું ઈશ્વર પર છોડી દે,

મન કહે આપ્યા ઘાવ જીવનભર યાદ રહેશે,

હૈયું કહે ભૂલી જા સમય પણ મલમ બની જશે,

ઘાવ બધા રૂઝાઈ જશે,


મન કહે એનો સાથ તું છોડી દે,

જીવનભર રઝળતા કરી દે,

હૈયું કહે કેમ છોડું ?

મારા પોતાના લોકોનો સાથ,

જીવનભરનો સંગાથ,

આજે રિસાયા તો કાલે માની જશે,

મારા હૈયાને પણ એ જાણી જશે,

મન હૃદયનાં યુદ્ધમાં હું ફસાઈ,

કોની વાત માનવી ?

એ વિચારી મારું મન મૂંઝાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy