મારું ખેતર
મારું ખેતર
કપાસના ખેતરમાં તડકો
રોજ સવારે ઝૂલે કપાસ થઈને,
રોજ સવારે તડકો ઝૂલે ખેતર ઉપર
ખીલી ઊઠે ધોળા ધોળા રૂ થઈને,
ક્યારો વળે પાણી થઈને
ભમરા ફરે ચક્કર ચક્કર થઈને,
ખેતર ખીલી ઉઠશે ફૂલો થઈને
ચટાક રંગ આકાશમાં ઝૂમતો,
બહાર બેઠેલો મહુડો બોલ્યો
પાન પાન લીલાં છમ થઈને ખીલ્યા,
કપાસ થઈને ખેતરમાં ખીલ્યા
ધોળા ધોળા કપાસના જીડવા ઉગ્યા
ઊગી નીકળ્યો કપાસ થઈને
કપાસની સુંદર સવાર
