મારો સ્વભાવ હતો
મારો સ્વભાવ હતો
સમયની અછત હતી અને
સમજણનો અભાવ હતો
તને તો જ્યશ્રી
ખબર હતી કે તે મારો સ્વભાવ હતો.
ભૂલ તો મારી જ હતી ને પણ
અહમનો પ્રભાવ હતો
તને તો જ્યશ્રી
ખબર હતી કે તે મારો સ્વભાવ હતો.
મુશ્કેલીમાં હું હતી અને
જવાબદારીનો દબાવ હતો
તને તો જ્યશ્રી
ખબર હતી કે તે મારો સ્વભાવ હતો.
સપના પાછળ ની દોડ હતી, ઉત્સાહ હતો,
જીવન નો તે સંગીન બદલાવ હતો,
તને તો જ્યશ્રી
ખબર હતી કે તે મારો સ્વભાવ હતો.
સમય કાઢીને આવ જ્યશ્રી રાજપરા
દરેક સપનાઓનું સત્ય સમજાવીશ
જીતીને હારવાનું કારણ બતાવીશ.
બસ એક વખત રાજપરા મળવા આવ મને
આ "આખરી મુલાકાત"ની હું
હક્કદાર હતી.
તને તો જ્યશ્રી
ખબર હતી કે તે મારો સ્વભાવ હતો.

