મારો શ્વાસ
મારો શ્વાસ
જીંદગીની જીવાદોરી એટલે બાપ,
ઉગમણો ઉગે ને આથમણે વાય,
એવી સવાર એટલે બાપ,
ભરપૂર થાકની સાથે સવારે ઉઠીને,
હસતાં મોંએ આપણા માટે કામે જાય એ બાપ,
પોતાના સપના છોડીને ઘરનાં દરેકના,
સપનાં પૂરા કરવા ભાગે એનુ નામ બાપ,
માનાં ઠપકાં પર પાછળ રહી ચાળાં કરતો,
એ હસતો ચહેરો એનું નામ બાપ,
દિકરાનો વિશ્વાસ અને
દિકરીનો શ્વાસ એટલે બાપ,
પોતાના દુઃખને પથ્થરની જેમ દિલ રાખી માં એક્લતામાં રડી લે એનુ નામ બાપ,
માંગતાની સાથે હાજર કરી દેવો અણધર્યો અહેસાસ એટલે બાપ,
હસતા મૂખે પિયુના ઘરે વળાવીશ એમ કહીને,
વિદાય વેળાએ આંખમાંથી ધ્રુસકે ને ધ્રુસકે,
નિકળતો ખારો પ્રશ્ન એટલે બાપ,
માને શક્તિનું રુપ, દિકરીને તુલસીનો ક્યારો,
અને દિકરાને ઘરનો કુળ,
અને જેને કોઇનામાં,
ના સમાવાયો એનું નામ બાપ,
વિચારુ તો લખી ના શકાય,
અને લખુ તો રોકી ના શકાય,
એવો એક શબ્દ એટલે બાપ,
અને મારી જિંદગીને પૂર્ણ કરતું વિરામ,
એ મારો શ્વાસ એટલે બાપ.
