મારો મિત્ર
મારો મિત્ર
તું મળીશ તેવું ક્યાં વિચાર્યું ને વિચારે તને દોસ્ત કહ્યો છે
મારા દિલની વાત તો સાંભળ તેને તને ભાઈ કહ્યો છે,
કોણ હશે સિવાય તારા જે દરેક હાલમાં મારી મદદ કરી જાય છે
તે તું જ છે જેને મારા શરીરનો દરેક કોષ દોસ્ત કહી જાય છે
મારા દુ:ખ ને સુખનો તને મેં જીવનનો સાથીદાર કહ્યો છે,
તું મળીશ તેવું ક્યાં વિચાર્યું ને.....
હાજરી હોય તારી ને મને શેનો ડર હોય
એકલતા દૂર થાય જ્યારે તારો સાથ હોય
તું પડછાયો નથી જે છોડી દે જ્યારે રાત હોય
દરેક પળમાં કામ આવે તું એટલે તને 'સમય' કહ્યો છે,
તું મળીશ તેવું ક્યાં વિચાર્યું ને.....
ચાલ બાળપણનો હાથ પકડીએ જવાનીમાં ક્યાં રમતો થાય છે
ચાલ છોકરીઓ સાથે રમીએ આ જવાનીમાં કેવી વાતો થાય છે
થોડી શરારત કરી લઈએ તેવો જવાનીમાં ક્યાં નિશાળિયો રહ્યો છે
તું મળીશ તેવું ક્યાં વિચાર્યું ને.