STORYMIRROR

Vijay Shah

Tragedy

4  

Vijay Shah

Tragedy

મારણ હવે

મારણ હવે

1 min
187

કોઈ ના પૂછો મને કારણ હવે !

ખૂબ લાગ્યું છે હૃદયને ભારણ હવે !


સળવળે ભીતરે બસ નામ એનું,

ને બળ્યું છે વેદનાનું રણ હવે !


ક્યાં કહેવા જાઉં આ વ્યથા અહીં ?

સંગ એનો સરકતી છે ક્ષણ હવે !


પી રહ્યો હર ઘૂંટડા દેખો જરા, 

ખોરવાયું પ્રીતનું સગપણ હવે !


ક્યાં લગી આ જિંદગી ડંખે મને ?

ના જડ્યો એ મીઠડો મારણ હવે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy