મારી સંક્રાંત
મારી સંક્રાંત
"મારી સંક્રાંત"
નવું છે વર્ષ ને રજૂ કરું નવી વાત,
સ્પષ્ટને સચોટ ન ખોટી કોઈ વાત;
પ્રેમનો છે પર્વ જુઓ આવી સંક્રાંત,
ઉડાવશું આકાશે લખી પતંગ પર વાત;
મુકો વ્હાલા દોસ્તો આ નાતને જાત,
કાના માતર વિનાની રાખીયે માનવ જાત;
સમજી ગઈ હું તો આ મસમોટી વાત,
પ્રેમ કરો હંમેશ જોઈ પાત્રની ઔકાત;
હૈયાની હામ રાખી દેજો આ સોગાત,
વારે વારે નહિ આવે આ નવલી સંક્રાંત;
પતંગ પણ ઉડતી કહી રહી આકાશ,
કપાઈને ફરી ઉડવાના મળે જવલ્લે અવકાશ;
રંગેરૂપે રુડી પતંગ તો'ય ન ખાતરી એ ઉડશે
,
તો સામે'ય કાચા ખેલાડીની ઢીલખેંચ જરી ન ગમશે;
વિહંગની પાંખોનું રાખીયે જો ધ્યાન,
માનવતાનું કહેવાશે એ અભિયાન;
સાચવજો ભૂલકાને અગાસીએ ન ભૂલતા ભાન,
થશે જો અકસ્માત તો નીકળી જશે ખોટી શાન;
કાગળ કેરી રંગોળી આકાશે રચાશે,
મારી આ સંક્રાંત મધુર ગીતો ગાશે;
કરી સાફ ધાબા મિત્રો સૌ જીંજરા ચીકી ખાશે,
જશે જ્યારે વીજળી હોહાદેકારા તો થાશે;
"કાપ્યો છે" નાદ થાળીના સથવારે ગાજશે,
ઢળતા સાંજ ફાનસથી સુંદર દ્રશ્ય કેવું રચાશે!
આપીને મીઠી યાદો..આ સંક્રાંત ચાલી જાશે.......