STORYMIRROR

પારમિતા મહેતા

Inspirational

4  

પારમિતા મહેતા

Inspirational

પ્રેમ છે

પ્રેમ છે

1 min
518

નાટકીયા નેતાઓ વચ્ચે કોઈ એક મુક રહી,

ક્યાંક ખૂણે માણસાઈ ને પોષે તે છે પ્રેમ,


બાપ દીકરાને ઉછાળે હવામાં ને,

ફંગોળતા બાળકના ચેહરાનું સ્મિત છે પ્રેમ,


ગરીબને જોઈ ભૂખથી તડપતા,

કોળિયા મોમાં દેતા આંખેથી ટપકે એ છે પ્રેમ,

 

'તારાથી ન જ થાય ને તારાથી જ થઈ શક્યું'માં,

પરિવર્તિત કરાવી આપાવે એ પ્રેમ,


તીક્ષ્ણ ન્હોરે વધ કર્યોંને હૈયે લીધો આનંદ, 

એજ હિંસક પશુ ઉપાડે શાવકને અને,

પડે ન ઉઝરડો એક- એ કાળજીછે પ્રેમ !


ખાલી દર્દજ નહીં હિમાલય પણ,

ચડી જવાની ખુમારી છે પ્રેમ,


વંટોળીયાને ખુલી રાખી આંખ,

ટપી જવાની નેમ છે પ્રેમ,

 

હોય જે પ્રેમમાં એના જેવો અમીર કોઈ નથી,

ને જે નથી સમજતા પ્રેમ એના જેવા ગરીબ કોઈ નથી,


આંટાપાટાની રમતોથી પર છે પ્રેમ,

સમજોતો મળે જીવન -

ન સમજોતો ઝેર છે પ્રેમ,


જો પ્રેમ તમારી નબળાઈ હોય તો,

તમે દુનિયાની સૌથી શક્તિશાળી વ્યક્તિ છો.


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Inspirational