STORYMIRROR

પારમિતા મહેતા

Others

5.0  

પારમિતા મહેતા

Others

"પ્રેમમા એવું તો ચાલે"

"પ્રેમમા એવું તો ચાલે"

1 min
341


હોય એક કાફીર અને,

બીજો નમાઝી એવુંતો ચાલે,

ઇશ્વરને બંદગીને ખુદાને,

પ્રાર્થના એવુંતો ચાલે,

પ્રેમમા એવું તો ચાલે..


હોય પ્રિયતમ ખારો દરિયો,

ને પ્રિયા વિરડી એવુંતો ચાલે,

ઉલેચી ઉલેચી થાકોને એટલુંજ,

નવું ફૂટે એવુંતો ચાલે,

પ્રેમમા એવુંતો ચાલે,


એક હોય ખુદ તોફાનને,

બીજું હોય નૌકા,

મજધારે તરે વહાણ એવુંતો ચાલે,

પ્રેમમા એવું તો ચાલે.


Rate this content
Log in