"પ્રેમમા તો એવું ચાલે!"
"પ્રેમમા તો એવું ચાલે!"


એક બને પાગલ, અને હો બીજું 'ઠાવકું' એવું તો ચાલે;
ખારો શો 'દરિયો' પ્રિયતમ, પ્રિયે મીઠી 'વીરડી' એવું તો ચાલે,
એકને 'મહેફિલ'નો શોખ, બીજાને 'એકલતા'નું ભાથું એવું તો ચાલે;
એકને 'રોજ ડીપી' જોવાના અભરખા, ને બીજાને 'ડીપી જ ન હોય' એવું તો ચાલે,
એકને 'ગઝલ ને શાયરીમા' ઉલ્લેખ ને બીજાને 'ગળે ડૂમો બાજે', રહે અકથ્ય એવું તો ચાલે,
એક હોય 'સમજદાર ને બીજું હોય 'નાદાન' એવું તો ચાલે,
'ઉંમરને અને પ્રેમ'ને કયાં કાઈ સંબંધ! કોઈ 'મોટું તો કોઈ નાનું!' એવું તો ચાલે,
સામે જોઈને ફિદા થનારાની ફેરિસ્ત વચ્ચે કોઈ દૂરથી જ દિલમાં રાચે એવું તો ચાલે,
મળે તો તકદીર ન મળે તો કિસ્મત, અણમોલ ખજાનો ક્યાં હર કોઈ પાસે! એવું તો ચાલે...
પ્રેમમાં એવું તો ચાલે.