મારી શાળા
મારી શાળા
શાળાની શોભા શિસ્ત છે,
શાળાનું સ્મિત સંગીત છે,
શાળાની પ્રાર્થના પ્રગતિ છે,
શાળાનું ગૌરવ ગીત છે,
શાળામાં સ્વચ્છતા શણગાર છે,
શાળાની મુલાકાત મનમીત છે,
શાળાનું શિક્ષણ વ્યવથિત છે,
શાળાની રમતો રંગીન છે,
શાળામાં સહકાર સંગીન છે,
શાળાની લાગણી લાજવાબ છે,
શાળામાં પ્રેમની પરબ છે,
શાળામાં સ્નેહના સંસ્કાર છે,
શાળાનો દરવાજો દરિયાદીલ છે,
શાળાનું કાર્ય હંમેશા કાર્યરત છે,
શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ શાળાનો પરિવાર છે,
