મારી સાથે
મારી સાથે
તે શા માટે નજર ન મેળવી મારી સાથે?
હું તારી સાથે નજર મેળવી શકવાનો જ નથી.
તે શા માટે પ્રેમ બંધન તોડ્યુ મારી સાથે?
મારૂં હ્રદય હવે કદી ધબકારા કરવાનુ જ નથી.
તે શા માટે મુલાકાત ન કરી મારી સાથે?
હવે મુલાકાતની તક કદી આવવાની જ નથી.
તે શા માટે રમત કરી મારી જીંદગી સાથે?
મને ફરીથી મનુષ્ય દેહ હવે મળવાનો જ નથી.
તે શા માટે અબોલા રાખ્યા મારી સાથે?
"મુરલી" કફનમાં સૂતેલો કદી સાંભળવાનો જ નથી.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી"(જુનાગઢ)

