મારી પરી
મારી પરી
નવ મહિના સુધી તું ગર્ભમાં રક્ષીત હતી,
બહાર આવી તો માથી તું રક્ષીત હતી.
એ તો બેખબર હતી અમારી દુનિયાથી,
તેને મન તો આ માની હૂંફાળી ગોદ હતી.
નાજુક તન ને આંખોમાં આવેલું આ વિસ્મય,
ભરીને આ દુનિયાને જોવાની સમજણ હતી.
નથી તારી ભાષા સમજતી હું, તને સમજાવતી,
છતાં દિલની લાગણીઓની અનોખી વાત હતી.
પરીઓની દુનિયામાંથી આવીને આંગણે પધારેલી,
આ દીકરી મારી કોઈની અમાનત હતી.
તારી પાયલનાં રણકાર ને તારા મીઠાં બોલ,
તારા મુખ પર ને આંખોમાં મીઠી મુસ્કાન હતી.
"સખી" એક નજરાણું મળ્યું છે મને તારા આગમને,
હવે મારા દિલની તેજ બનેલી ધડકન હતી.
