STORYMIRROR

ધારા આહીર "પ્રવાહ"

Inspirational Others Children

4  

ધારા આહીર "પ્રવાહ"

Inspirational Others Children

મારી માવડી

મારી માવડી

1 min
353

ભીને પોતે સૂઈ મને સૂકે સૂવડાવતી,

મીઠું વ્હાલ ભર્યું હાલરડું રોજ સંભળાવતી,

હા, એ મારી માવડી લાડ એવા લડાવતી,


પોતે ભૂખ્યાં રહી મને સારું જમાડતી,

ખોળામાં સૂવે એના તો હેત એ વરસાવતી,

હા, એ મારી માવડી લાડ એવા લડાવતી,


દુઃખી દેખી મને પોતે આંસુ એ વહાવતી,

નિરાશામાં હંમેશા આશાનું કિરણ દેખાડતી,

હા, એ મારી માવડી લાડ એવા લડાવતી,


પડતો પડતો શીખ્યો આંગળી પકડી ચાલતાં,

ઠેસ જો વાગતી તો ખમ્મા કહી ચૂપ કરાવતી,

હા, એ મારી માવડી લાડ એવા લડાવતી,


મીઠી અમીરસ ભરી વિરડી એ મારી જ માં,

મમતાનો સાગર મારા ખોળે રોજ ઠલાવતી,

હા, એ મારી માવડી લાડ એવા લડાવતી,


મારું મોઢું જોઈને મારો હાલ એ બતાવતી,

મારી વાતો પરથી મારું દુઃખ - દર્દ સમજતી,

હા, એ મારી માવડી લાડ એવા લડાવતી,


હોઉં હું બીમાર તો એ રાતો આખી જાગતી,

હાથ જોડી મંદિર-મસ્જિદ દુઆ મારી માંગતી,

હા, એ મારી માવડી લાડ એવા લડાવતી,

 

બળબળતા તાપમાં છાયડો મીઠો એ આપતી,

કડકડતી ઠંડીમાં પણ વ્હાલની હૂંફ એ કરાવતી,

હા, એ મારી માવડી લાડ એવા લડાવતી,


દુનિયાની ભીડમાં પણ સૌથી પહેલાં એ દેખાતી,

ભટકી જાઉં ક્યારેક તો રસ્તા પર એ લાવતી,

હા, એ મારી માવડી લાડ એવા લડાવતી,


બાળકના જીવન ઘડતરમાં ફાળો એ આપતી,

મજબૂત અસ્તિત્વ બનાવા મથામણ કરતી,

હા, એ મારી માવડી લાડ એવા લડાવતી,


અલગ અલગ પ્રેમ ભર્યા નામે મને બોલાવતી,

જગતમાં સૌથી વધુ પ્રેમ એક જ એ વરસાવતી,

હા, એ મારી માવડી લાડ એવા લડાવતી,


ઋણ અદા કરવા પડે છે જીવન ટૂંકું "પ્રવાહ"

બે શબ્દમાં વ્યક્ત કેમ કરું કિંમત તારા પ્રેમની,

હા, એ મારી માવડી લાડ એવા લડાવતી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational