મારી માતા
મારી માતા


મારી માતા મારું જીવન છે,
જે મારી માતાને કારણે જ જીવી રહ્યો છું,
મારી માતા વ્હાલની વીણા છે,
જ્યાંથી વ્હાલ વાચા ફૂટે છે,
મારી માતા મારું ગૌરવ છે,
જે મારા કાર્યનું ગુંજન કરે છે,
મારી માતા મારી હિંમત છે,
જે મને પ્રગતિના પંથે લઈ જાય છે,
મારી માતા મારું સોનું છે,
જેની કોઈ કિંમત ના કરી શકું,
મારી માતા મારું મનોબળ છે,
જે મને મહાન બનાવે છે,
મારી માતા મારું જ્ઞાન છે,
જે મને આગળ વધારે છે.