Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Patel

Inspirational

4  

Rekha Patel

Inspirational

મારી કલ્પના

મારી કલ્પના

1 min
369


મારી પ્રેરણામૂર્તિ બની ગઈ મારી કલ્પના,

હવે આશીર્વાદ વરસાવે ગગનેથી મારી કલ્પના,


શબ્દોની ઊંચી ઉડાન ભરાવે મારાં મનમાં,

કાગળમાં લખાવે કલમથી મારી કલ્પના,


ક્યાંય ન અટકે દિલની નજાકત તેની,

ફોરમને ફોરમાવે દિલથી મારી કલ્પના,


સેવા ને ત્યાગમૂર્તિ બની જીવન લહેરાવે,

સૌનાં દુઃખે દુઃખી બનતી મારી કલ્પના,


દિવસો વીતતાં જાય છે મારાં યાદોનાં ઝરૂખાએ,

ઝાંઝરનાં રણકારે સપનામાં મારી કલ્પના,


ભલે ચીર નીંદરની સોડ તાણી હતી તમે,

"સખી" આંસુઓ બની નજરોમાં છલકાતી મારી કલ્પના.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational