STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Inspirational

4  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Inspirational

મારી જનેતા

મારી જનેતા

1 min
384

ભલી ભોળી મારી જનેતા માવડી, 

ઘડી ઘડી આવે તારી યાદ હે મા, 

જગમાં તું જ છે મહાન. 


નવ નવ માસ તેં પેટ વેંઢાર્યો, 

નવલી દુનિયામાં લાવનાર હે મા,

ધન ધન ઘડી મારી આજ. 


નાનાં હતાં ત્યારે સુકે સુવાડી (અમને )

પોતે ભીનામાં ભીંજા હે  મા,

તુંજ વિના કોણ વેઠનાર. 


રાત'દિ જોયા વિના ગધ્ધા વૈતરું કરતી મા,

જશ મળે ના તને ક્યાંય હે મા,

તું સહન શક્તિનો ભંડાર,


દેવોનેય દુર્લભ માડી તારુ મુખડું, 

દેવો પણ લાગે તને પાય હે મા,

ધન્ય તારો સ્ત્રી અવતાર. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational