મારી દીકરી..
મારી દીકરી..
દીકરી મારી સૌની લાડકી પ્રેમનો છે અવતાર
દીકરી મારી વ્હાલનો દરિયો વ્યવહાર છે સદાય,
દીકરી મારી જીવનની કયારી ફૂલો છે અપાર,
દીકરી મારી સંબંધોની સાથી બંધન છે સદાય,
દીકરી મારી ગુણોનો ગુણાકાર ગુણવંતી છે સાક્ષાત્
દીકરી મારી સંસ્કારની ડાળ કૂંપળો ફૂટે વારંવાર,
દીકરી મારી વિશ્વાસની વાચા વિચાર છે વરદાન
દીકરી મારી પ્રકૃતિને પ્યારી આંગણું છે ઉજાસ,
દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર.
