STORYMIRROR

Deepak Trivedi

Drama

2  

Deepak Trivedi

Drama

મારી આંગળીનો નખ

મારી આંગળીનો નખ

1 min
13.6K




મને કાયમી નડે છે મારી આંગળીનો નખ!

નથી ઘોળાતું એટલે આ જીવતરનું વખ!


રેશમી અડપલાંમાં નખ નડી જાય ભૈ ...... ભારે કઠણાઈ .....

આવેલું સપનું હળવેક ખડી જાય ભૈ ...... ભારે કઠણાઈ .....


રહે કડેધડે આંગળીનો નખ એ જ દખ ....!!

મને કાયમી નડે છે મારી આંગળીનો નખ!


શબ્દોને લખવામાં ખાંચ - ખુંચ થાય ..... ભાઇ કરવું શું?

છેલ્લે આ નખ એનું કામ કરી જાય .... ભાઇ કરવું શું?


નખની આ ઘટનામાં ખોવાયો અવતાર મનખ ...

નથી ઘોળાતું એટલે આ જીવતરનું વખ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama