Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

મારે તમને કઈક કહેવું છે

મારે તમને કઈક કહેવું છે

1 min
313


એક સૂરીલી સાંજે

ઢળતી સંઘ્યાએ

મારે તમને કઈક કહેવું છે

સપનું બની તારી આંખોમાં રહેવું છે

મારે તમને કઈક કહેવું છે


દસ્તક તું આપે દિલ પર ને

આ મૌસમ મહેકી જાય છે

આ મહેકતી મૌસમમાં તારી નશીલી

નજરના જામ મારે પીવા છે

મારે તમને કઈક કહેવું છે


અમે તો પાકા તરવૈયા હતા મધ દરીયાના

પણ તારી આંખોના ઊંડાણમાં ડૂબી ગયા

બસ આ પ્રેમનું મોતી મારે મેળવવું છે

મારે તમને કઈક કહેવું છે


વરસે વાદળી ને હૈયે તારી યાદો ધોધમાર

બસ આ પ્રેમની વર્ષાથી ભીંજાવું છે

તારી ધમનીમાં રુધિર બની વહેવું છે

મારે તમને કઈક કહેવું છે


તારી વાટલડી જુવે મારી આંખ

જોને મારા હૈયાને મળી પાંખ

ઉડે પતંગિયા બની હૈયાને બાગ

બસ પતંગિયું બની હૈયાના બાગે ભમવું છે

મારે તમને કઈક કહેવું છે


Rate this content
Log in

Similar gujarati poem from Romance