STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

મારે સફળતા મેળવવી છે

મારે સફળતા મેળવવી છે

1 min
157

કિસ્મતના ભરોસે બેસી નથી રહેવું,

અથાગ પ્રયાસો થકી મારે સફળતા મેળવવી છે.


ખુદ પર વિશ્વાસ રાખીશ, હિંમતને હથિયાર બનાવી,

નિષ્ફળતાને હાર આપવી છે, મારે સફળતા મેળવવી છે.


ભીતરમાં પડેલી ખૂબીઓને બહાર લાવવી છે,

ખુદની એક અલગ ઓળખાણ બનાવવી છે, મારે સફળતા મેળવવી છે.


ભાગ્યનાં ભરોસે બેસી રહેવું નથી, ઈશ્વરે આપેલ અદભુત શક્તિનો,

ઉપયોગ કરી ,મારે સફળતા મેળવવી છે.


મુશ્કેલીઓનો બહિષ્કાર કરી, એની સામે મોરચો માંડી એને હરાવવી છે,

પરિશ્રમરૂપી હથિયારથી મારે સફળતા મેળવવી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational