STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Drama

3  

Jaya. jani. Talaja."jiya"

Drama

મારે પ્રભુ નથી થાવું

મારે પ્રભુ નથી થાવું

1 min
221

અંધશ્રદ્ધા થઈ મારે પથ્થરમાં નથી સમાવું. 

પ્રભુ થઈ હવે મારે નથી પૂજાવું રે....... 

કલિકાલમાં ધરા પર, મારે નથી આવું. 

બનાવેલા જેને તે, જો ને બનાવે મને એ. 

ઘડવૈયા હવે મારે નથી થાવું. 

પ્રભુ થઈ હવે મારેે નથી પૂજાવું રે..........


સાંભળી મેં, ગરીબ નેે ભૂખ્યાની ચીસ.

મારે હવે રામરોટી થાવું રે.......... 

જોઈ છપ્પનભોગ મારી મંદિરમાં નથી જાવું. 

માનવીનાં ટોળામાં મારે નથી અભડાવું રે.

પ્રભુ થઈ મારે હવે મારે નથી પૂજાવું રે.........


સસ્તાં ફૂલોની માળા, શ્રદ્ધા વિનાનાં ઘૂપ -ધુવાડા.

આડંબરી ધજા, ને યંત્રનાં નગારા.

જોયા મેં પાપી, પ્રસાદી ને પૈસે તોલનારા.

ખાલી ઠાકોર થઈ, મંદિરે મારે નથી જાવું રે..

પ્રભુ થઈ હવે મારે નથી પૂજાવું રે ......... 


મોટા મોટા મહેલોમાં નથી જાવું રે.

એની જાહોજલાલી, એની લક્ષ્મી નથી થાવું.

ગરીબની ઝૂંપડીમાં સંતોષ થઈ મારે સમાવું.

ઘડી માનવીને, મારે નથી અભડાવું. 


સર્જનહાર મારેે નથી થાવુંં રે..

પ્રભુ થઈ હવે મારેે નથી પૂજાવું રે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama