મારે નથી જોઇતું
મારે નથી જોઇતું
પ્રેમ આપવો હોય તો આપો,
બાકી જબરદસ્તીનો ઉપકાર નથી જોઇતો,
દિલથી આપશો તો પણ બહુ છે,
લેખિતમાં કરાર નથી જોઇતો.
જીવન મારું બહુ સરળ છે,
કોઇ કારભાર નથી જોઇતો,
કોઇ મને સમજે તો ઠીક છે,
બાકી ખોટો પ્રચાર નથી જોઇતો.
માણસની લાગણી અને પ્રેમમાં માનું છું,
સાક્ષાત ભગવાન મારે નથી જોઇતો,
એક પ્રેમાળ વ્યક્તિ બહુ છે,
આખો પરીવાર મારે નથી જોઇતો.
નાનુ મારું ઘર સંસાર ચાલે,
કોઇ ગાડી, બંગલો નથી જોઇતો,
સાફ દિલનો ગરીબ ચાલશે પણ,
લુચ્ચો ધનવાન નથી જોઇતો.
મુખ પર બોલતો સાચો મિત્ર માંગીશ,
પીઠ પાછળ ખંજર મારતો દુશમન નથી જોઇતો,
થોડુ દુ:ખ સહન કરીશ એ ચાલશે,
પણ ખોટો દુ:ખમાં ભાગીદાર નથી જોઇતો.
મારા માટે કંઇ ના બોલો તો ઘણુ ભલુ,
બોલીને પણ કુશબ્દ બોલતો કપટી માનવ નથી જોઇતો,
મારા શબ્દોને સમજો તો ઠીક છે બાકી,
વાંચવા ખાતર વાંચતો એક નાટકીય સંબંધ નથી જોઇતો.
કવિતાને મારી પસંદ કરો કે ના કરો,
પ્રેમ આપતા રહેજો બહુ છે,
બાકી જબરદસ્તીનો ઉપકાર નથી જોઇતો,
ખુશ છું મારામાં મંત્રમુગ્ધ બની,
ખોટી ખુશી આપતો વ્યવહાર નથી જોઇતો !
