STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

મારે માનસિક થાક ઉતારવો છે

મારે માનસિક થાક ઉતારવો છે

1 min
406

મારે કુદરતના સાનિધ્યમાં જઈ,

માનસિક થાક ઉતારવો છે.


આ પંખીઓ સાથે આકાશે ઉડવું છે,

ચાંદ તારલાઓ સાથે મારે દોસ્તી કરવી છે.


આ પહાડ પર જઈ વાદળાંઓ સાથે વાતો કરવી છે,

વાદળો પાસેથી કઈક આપવાનો ગુણ મારે અપનાવવો છે.


આ બાગે જઈ ગીત ગાતા ભમરાઓ સાથે દોસ્તી કરવી છે,

કોઈ પણ સંજોગોમાં ખુશ રહેવાનું મારી એની પાસેથી શીખવું છે.


આ ખળખળ વહેતા ઝરણાની મુલાકાત લેવી છે,

કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ,

રસ્તો કરી લેવાની કળા એની પાસેથી શીખવી છે.


આ વૃક્ષની ડાળ પર ગાતા પંખીઓ સાથે મારે એક દી ગાળવો છે,

ઈશ્વર પર આસ્થા રાખવાની કળા મારે એની પાસેથી શીખવી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational