મારે કંઇક નવું કરવું છે
મારે કંઇક નવું કરવું છે
ચાલને આજ કંઇક ધમાકેદાર નવું કરું,
પોતાના કાલના ઓળખ કાજે નવું કરું.
લડાઈ લડીશ હું પણ પેલા ખુદની સાથે,
બતાવવા દુનિયાને કંઇક આજે નવું કરું.
જીત મેળવીશ હું સ્વને દુભાવવા નહિ,
શક્તિને સ્વજાગર કરવા કાજે નવું કરું.
પગના છોડેલા ડગલે હું ફરી નહિ જાવ,
બંધ કેડીને પંથિક પંથ કરવાને નવું કરું.
જો મળે સાથ તો મંજૂર મુસાફિર થવું,
ખુદની વૈરીયા સ્વજાગર કાજે નવું કરું.